ટેક સમાચાર અઠવાડિક તમને અને તમારા વિકિમિડિઆ મિત્રોને અસર કરી શકતા તાજેતરમાં થયેલા સોફ્ટવેર ફેરફારો ધ્યાન રાખવામાં મદદ કરે છે. સબસ્ક્રાઇબ અને યોગદાન કરો.
previous | 2014, week 26 (Monday 23 June 2014) | next |
વિકિમિડિઆ ટેકનિકલ સમુદાય તરફથી નવીન ટેક સમાચાર. મહેરબાની કરીને બીજા સભ્યોને આ ફેરફારો વિશે માહિતી આપો. જોકે બધાં જ ફેરફારો તમને અસર કરશે નહી. ભાષાંતરો પ્રાપ્ત છે.
તાજેતરના સોફ્ટવેર ફેરફારો
- મિડીઆવિકિની નવીન આવૃત્તિ (1.24wmf10) ટેસ્ટ વિકિઓ અને મિડીઆવિકિ.ઓર્ગમાં ૧૯ જુન ના રોજ ઉમેરવામાં આવી છે. તે વિકિપીડિઆ સિવાયની વિકિઓમાં ૨૪ જુન, અને બીજા બધાં વિકિપીડિઆમાં ૨૬ જુન ના રોજ ઉમેરવામાં આવશે (calendar).
વિઝ્યુલએડિટર સમાચાર
- તમે હવે ફાઇલ અને ઢાંચા સિવાય પણ, લખાણનો ભાગ ખેંચીને મૂકી શકો છો. [૧] [૨]
- વસ્તુને ખેંચતી વખતે, તમને લીટી દેખાશે જે તમને મૂકવા માટે મદદરુપ બનશે. [૩] [૪]
- તમે હવે ચિત્રને મધ્યમાં નહી પણ, માત્ર ફકરાની શરુઆતમાં જ ખસેડી શકો છો જેથી તમે તેના આકસ્મિક રીતે ભાગ ન પાડી દો. [૫] [૬]
- તમને હવે જો ફાઇલ શિર્ષક અથવા સંદર્ભમાં વિકિલખાણ ઉમેરશો તો ચેતવણી આપવામાં આવશે. [૭] [૮]
ભવિષ્યના સોફ્ટવેર ફેરફારો
- તમે હવે જે વિકિઓ પર પ્રકાશાનાધિકાર ટેગ્સ નહી હોય ત્યાં ફાઇલ ચડાવી શકશો નહી. [૯] [૧૦]
- સિરસસર્ચ હવે વધુ ૭૦ વિકિઓ પર પ્રાથમિક શોધ તરીકે સક્રિય કરવામાં આવશે, જેમાં આવતા અઠવાડિયે મેટા-વિકિ અને વિકિમિડીઆ ઇન્ક્યુબેટર, નો સમાવેશ થશે. [૧૧]
- સિરસસર્ચ પરિણામો ટૂંક સમયમાં ખાતાનાં વર્ગો, પહેલો ફકરો અને પાનાંના વિકિલખાણને આવરી લેશે. તમે વિકિલખાણ માટે રેગ્યુલર એક્સપ્રેશન વાપરી શકશો. આ ફેરફારોને બધી વિકિઓમાં સક્રિય થવા માટે કેટલાક દિવસો લાગશે. [૧૨]
- તમે ટૂંક સમયમાં ઇ-મેલ નોંધણીઓ માટે ભાષાંતર નોંધ બીજાં ચકાસનાર દ્વારા ચકાસણી પર ઇ-મેલ મેળવ્યા વગર રાખી શકશો. [૧૩] [૧૪]
- જૂનાં ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતા મિડિઆવિકિ બગ્સ પર એક IRC મિટિંગ ૨૪મી જુનના રોજ ૧૭.૦૦ UTC પર #wikimedia-office ચેનલ પર freenode પર યોજાશે (સમય રુપાંતરણ). [૧૫]
મુશ્કેલીઓ
- ૧૯ જુનના રોજ, ૧૫ મિનિટો માટે બધી વિકિઓ ઉચ્ચ સર્વર ભારને કારણે બંધ હતી.
- ૧૩ જુન અને ૧૫ જુનની વચ્ચે રુપરેખાંકન ક્ષતિને કારણે વિડિઓ ફાઇલ્સને નાની-મોટી કરવામાં મુશ્કેલીઓ સર્જાઇ હતી. [૧૬]
ટેક સમાચાર ટેક એમ્બેસેડર્સ દ્વારા તૈયાર અને મિડીઆવિકિ સંદેશ પરિવહન દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા • યોગદાન • ભાષાંતર • મદદ મેળવો • પ્રતિભાવ આપો • સબસ્ક્રાઇબ અથવા અનસબસ્ક્રાઇબ.