વિકિમેનિયા ૨૦૨૩/કાર્યક્રમ રજૂઆત માટે આહ્વાન

This page is a translated version of the page Wikimania 2023/Call for program submissions and the translation is 100% complete.

વિકિમેનિયા ૨૦૨૩ કાર્યક્રમ રજૂઆત આવકારે છે

 

શું તમે વિકિમેનિયા ૨૦૨૩માં કોઈ બેઠક (રુબરુ કે ઓનલાઇન) સંચાલન કરવા ઈચ્છો છો? કે પછી હાથ-અખતરો કરવાની કાર્યશાળા, જીવંત ચર્ચા, સાંસ્કૃતિક કાર્યક્રમ, કોઈ ધ્યાનાકર્ષક ચોપાનિયું કે યાદગાર ટૂંકાં પ્રવચન જેવું કશુંક? ૨૮ માર્ચ સુધી નોંધણી ખુલ્લી છે. આ વખતે હાઇબ્રિડ કાર્યક્રમો પણ હશે તો પૂર્વે રેકોર્ડ કરેલી સામગ્રી અને ઓનલાઇન પ્રેઝન્ટેશન પણ આવકાર્ય છે. જો તમારાં મનમાં આ સંદર્ભે કોઈ પ્રશ્ન હોય તો આગામી ૧૨ અને ૧૯ માર્ચે અમારી સાથે સંવાદમાં જોડાઈ શકો છો, કે પછી wikimania@wikimedia.org પર ઇમેલ કરી ને અથવા ટેલિગ્રામ પર પૂછી શકો છો. વધુ વિગતો વિકિ પર ઉપલબ્ધ છે.

– વિકિમેનિયા કાર્યક્રમ પેટા-સમિતિ